Chamoli Cloudburst News : બુધવારે મોડી રાત્રે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી બે ગામડા કુંત્રી અને ધૂર્મામાં ભારે વિનાશ સર્જાયો હતો. આ ઘટનામાં પાંચ લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમાંથી બેને બચાવ ટીમો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને ત્રણની શોધખોળ હજુ ચાલુ છે. અકસ્માતની માહિતી મળતાં જ તબીબી ટીમો, NDRF અને SDRF ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.