Vadodara Crime : વડોદરાના કિશનવાડીમાં હાથમાં તલવાર લઈને કોઈ પીણું પીતો હોવાનો વિડિયો બાપોદની ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા સુનિલભાઈ ઉર્ફે નીતિન શિવ મંગલસિંહ રાજપૂતે બનાવ્યો હતો.
જે વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થતાં પોલીસે સુનિલને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તારીખ 22-6-2022 ના રોજ કિશનવાડી વુડાના મકાન વારસિયા ખાતે મારા શોખ માટે તલવારથી રિલ બનાવી હતી અને આ બનાવનો વિડીયો મેં મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. વીડિયોમાં દેખાતી તલવાર પોતાના ઘરે હોવાનું જણાવતા પોલીસે તેના ઘરેથી તલવાર કબજે લીધી હતી. અને તેની સામે હથિયારબંધીના ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.