– પહલગામનો હુમલો યાદ કરો : શુભમના પત્નીની સરકાર, બીસીસીઆઈને અપીલ
– મહામુકાબલો નિષ્ફળ, દુબઈ સ્ટેડિયમમાં અડધી ટિકિટો પણ વેચાઈ નથી : બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવો ભારત માટે મજબૂરી : કેન્દ્રનો લૂલો બચાવ
નવી દિલ્હી : ક્રિકેટ વિશ્વમાં કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત અને પાકિસ્તાનની મેચની હંમેશા માત્ર બંને દેશ જ નહીં આખી દુનિયાના ક્રિકેટ ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ જ કારણથી બંને દેશ વચ્ચે મેચની જાહેરાત સાથે જ સ્ટેડિયમની ટિકિટો ખૂબ જ ઊંચા ભાવે વેચાઈ જાય છે. મેચના પ્રસારણ વખતે જાહેરાતોના ભાવ પણ ખૂબ જ ઊંચા હોય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ એકદમ વિપરિત છે.