Rahul Gandhi Vs ECI On Vote Theft: રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે વોટ ચોરી મુદ્દે ચાલી રહેલું ઘમાસણ સતત વધી રહ્યું છે. આજે રાહુલ ગાંધી દ્વારા ફરી વોટ ચોરી મુદ્દે અનેક દાવાઓ કરવામાં આવ્યા હતાં. જેને ચૂંટણી પંચ દ્વારા પાયાવિહોણા અને ખોટા ઠેરવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે ફેક્ટ ચેક આપ્યું હતું. જેના પર લોકસભામાં વિપક્ષ નેતાએ ફરી આકરા પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધીએ ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ અર્થવિહિન બહાના ન બતાવે, આલંદ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે કર્ણાટક સીઆઈડી સમક્ષ પુરાવા રજૂ કરે.
આ પણ વાંચોઃ ‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ
After our Aland candidate exposed the fraud, the local EC official filed an FIR, but the CID investigation has been – BLOCKED by CEC.
The Karnataka CID has written 18 letters in 18 months requesting all incriminating evidence – BLOCKED by CEC.
The Karnataka EC has sent multiple… https://t.co/l6vOv2nNga
— Rahul Gandhi (@RahulGandhi) September 18, 2025
રાહુલ ગાંધીનો ચૂંટણી પંચને જવાબ
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરી હતી કે, અમારા આલંદ વિધાનસભાના ઉમેદવાર દ્વારા છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીએ આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. પરંતુ સીઆઈડી તપાસને ચીફ ઈલેક્શન કમિશનર દ્વારા અટકાવી દેવામાં આવી હતી. કર્ણાટક સીઆઈડીએ આ આરોપોની તપાસના ભાગરૂપે છેલ્લા 18 મહિનામાં 18 પત્રો લખી પુરાવા માગ્યા, પણ ચૂંટણીના ચીફ કમિશનરે તેને પણ અટકાવી દીધા.
આ પણ વાંચોઃ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોના રક્ષક બની ગયા છે: રાહુલ ગાંધી
ચીફ ઈલેક્શન કમિશનરે કાર્યવાહી અટકાવી દીધી
રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે, કર્ણાટક ચૂંટણી પંચ સીઆઈડી તપાસમાં સહયોગ આપવા માગતુ હતું. પરંતુ ચીફ ઈલેક્શન કમિશનરે રોકી દીધા. કર્ણાટક ચૂંટણી પંચે તપાસમાં સહયોગ આપવા ચૂંટણી પંચને અનેક પત્ર મોકલ્યા પરંતુ ચીફ ઈલેક્શન કમિશનરે કાર્યવાહી અટકાવી દીધી. આઈપી એડ્રેસ, ડિવાઈસ પોર્ટ, ઓટીપી ટ્રેલ્સની માહિતી રજૂ કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
જો વોટ ચોરી પકડાઈ ન હોત તો…
તેમણે આગળ લખ્યું હતું કે, જો આ વોટ ચોરી પકડાઈ ન હોત તો 6018 મત ડિલીટ કરવામાં આવ્યા હોત અને અમારો ઉમેદવાર હારી જતો. ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર બહાના બનાવવાનું બંધ કરો. તુરંત કર્ણાટક સીઆઈડીને પુરાવા સોંપો. ઉલ્લેખનીય છે, રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં કર્ણાટક વિધાનસભામાં થયેલી વોટ ચોરીના પુરાવા રજૂ કર્યા હતાં. તેમજ મહારાષ્ટ્રમાં પણ વોટ ચોરી થઈ હોવાનો દાવો કરતાં વોટ ચોરોને ચીફ ઈલેક્શન કમિશનર છાવરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.