Sensex And Nifty News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત દુનિયાભરના દેશો પર આજથી ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે ત્યારે એશિયન શેરબજાર સહિત, જાપાન, હોંગકોંગના શેરબજારમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન ભારતના સ્ટોક માર્કેટ ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો.
પ્રિ ઓપનિંગ સેશનમાં 800 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
સેન્સેક્સની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફ વૉરની અસર અહીં પણ જોવા મળી. પ્રિ ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સમાં 810 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જોકે પછીથી સારી એવી રિકવરી જોવા મળી હતી. અત્યાર સુધીની માહિતી અનુસાર ગઈકાલના ક્લોઝિંગ 76617.44 બાદ આજે સેન્સેક્સ સીધો 75807.55 પર ખુલ્યો હતો. જોકે તેના બાદ રિકવરી મોડમાં સેન્સેક્સ 76268.47 પર પહોંચી ગયો હતો.
નિફ્ટીની શું છે સ્થિતિ?
જ્યારે નિફ્ટીની વાત કરીએ ગઈ કાલનું નિફ્ટીનું ક્લૉઝિંગ 23332.35 પોઈન્ટ પર રહ્યું હતું જેમાં આજે 180 જેટલા પોઈન્ટનો કડાકો બોલાઈ જતો પ્રિ ઓપનિંગ સેશનમાં નિફ્ટી ઈન્ડેક્સ 23145.80 પર પહોંચી ગયો હતો. જોકે એમાંય રિકવરી દેખાતા સમાચાર લખવામાં સુધીમાં નિફ્ટી 23240 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.