મુંબઈ : દેશમાં ખાનગી કંપનીઓ દ્વારા વર્તમાન નાણાં વર્ષમાં મૂડીખર્ચમાં વધારો થવાની શકયતા જણાતી નથી પરંતુ આગામી પાંચ વર્ષમાં ખાનગી કંપનીઓ ૮૦૦-૮૫૦ અબજ ડોલરનો મૂડીખર્ચ કરી શકે છે એમ રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલના એક રિપોર્ટમાં જણાવાયું છે.
વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતાને પગલે કંપનીઓ દ્વારા થોભો અને રાહ જુઓ નીતિ
વ ૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતાને કારણે દેશમાં ખાનગી ઈન્વેસ્ટમેન્ટની વૃદ્ધિ જીડીપી દર કરતા નીચી જોવા મળી રહી છે જેને પરિણામે કંપનીઓ બેન્ક લોન્સ લેવાનું ટાળીને આંતરિક ભંડોળ પર વધુ આધાર રાખી રહી છે.
વર્તમાન નાણાં વર્ષમાં બેન્કિંગ ધિરાણ વૃદ્ધિ ૧૨-૧૩ ટકા રહેવા અપેક્ષા છે.
ખાનગી મૂડી ખર્ચમાં વર્તમાન નાણાં વર્ષમાં વધારો થવાની શકયતા જણાતી નથી ત્યારે, આર્થિક વિકાસના આ ચાલકબળની મધ્યમથી લાંબા ગાળાની સ્થિતિ સારી જણાઈ રહી છે.
આગામી પાંચ વર્ષમાં કંપનીઓ ૮૫૦ અબજ ડોલર જેટલો મૂડી ખર્ચ કરશે તેવી શકયતા હોવાનું એસએન્ડપી દ્વારા જણાવાયું છે.
મોટી ખાનગી કંપનીઓમાં ક્ષમતા ઉમેરા પાછળ સાવચેતી ધરાવાતી હોવાનું જણાઈ રહ્યું છે.