યુ.એસ. ફેડરલ રિઝર્વના વ્યાજ દર ઘટાડા અને ભારત પરની પેનલ ટેરિફ દૂર થવાની અપેક્ષા
મુંબઈ : યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૨૫ ટકાના ઘટાડો કરાતાં અને ચાલુ વર્ષમાં વધુ બે ઘટાડાના સંકેત આપવામાં આવતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં તેજીનો દોર આગળ વધ્યો હતો. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ વાટાઘાટ ફરી શરૂ થઈ જતાં અને દેશ-વિદેશોના નિષ્ણાતોની બન્ને દેશો વચ્ચે ટૂંક સમયમાં ઐતિહાસિક ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને ભારતના ચીફ ઈકોમોનિક એડવાઈઝર વી. અનંત નાગેશ્વરને ૩૦, નવેમ્બર બાદ ભારત પરની અમેરિકાની ૨૫ ટકા પેનલ ટેરિફ દૂર થવાની શકયતા બતાવતા નિવેદન અને મેક ઈન ઈન્ડિયાને મોદી સરકારના પ્રોત્સાહન સાથે જીએસટીમાં રાહતના પોઝિટીવ પરિબળે શેરોમાં ફંડોએ તેજી આગળ વધારી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો સાથે હેલ્થકેર-ફાર્મા, ઓટો, બેંકિંગ શેરોની આગેવાનીએ ફંડોએ આજે તેજી આગળ વધારી હતી. સેન્સેક્સ ૮૩૦૦૦ની સપાટી અને નિફટી ૨૫૪૦૦ની સપાટી પાર કરી ગયા હતા. અંતે સેન્સેક્સ ૩૨૦.૨૫ પોઈન્ટ વધીને ૮૩૦૧૩.૯૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૯૩.૩૫ પોઈન્ટ વધીને ૨૫૪૨૩.૬૦ બંધ રહ્યા હતા.
આઈટી શેરોમાં તેજી : નેલ્કો રૂ.૬૫ ઉછળીને રૂ.૯૧૨ : રામકો સિસ્ટમ્સ, ન્યુજેન, ઓનવર્ડ ટેકનોલોજી ઉછળ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. નેલ્કો રૂ.૬૫ ઉછળીને રૂ.૯૧૧.૯૫, રામકો સિસ્ટમ્સ રૂ.૨૬.૧૦ વધીને રૂ.૫૪૮.૮૦, મેક્લિઓડ રૂ.૩.૪૩ વધીને રૂ.૮૨.૨૦, બીએલએસઈ રૂ.૭.૬૫ વધીને રૂ.૧૯૭.૭૦, ન્યુજેન રૂ.૩૪.૫૦ વધીને રૂ.૯૧૮.૮૦, નેટવેબ રૂ.૧૧૧.૬૫ વધીને રૂ.૩૦૪૦.૦૫, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૧.૧૫ વધીને રૂ.૩૨૦.૨૦, સોનાટા સોફ્ટવેર રૂ.૧૦.૩૦ વધીને રૂ.૪૦૦.૭૦, લેટેન્ટ વ્યુ રૂ.૧૦.૧૫ વધીને રૂ.૪૨૭.૧૫, કોફોર્જ રૂ.૩૩ વધીને રૂ.૧૮૨૪.૨૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૩.૬૦ વધીને રૂ.૮૫૦, ઈન્ફોસીસ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૧૫૪૦.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૮૮.૪૦ પોઈન્ટ વધીને ૩૬૦૭૭.૫૫ બંધ રહ્યો હતો.
યુ.એસ. ટ્રેડ ડિલની અપેક્ષાએ હેલ્થકેર શેરોમાં તેજી : થેમીસ મેડી, સિક્વેન્ટ, બાયોકોન, ગ્લેનમાર્કમાં તેજી
અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને ભારતની ફાર્મા નિકાસો સાથે હેલ્થકેર ક્ષેત્રે પણ પોઝિટીવ ડેવલપમેન્ટની અપેક્ષાએ આજે ફંડોએ હેલ્થકેર-ફાર્મા શેરોમાં નવેસરથી મોટી ખરીદી કરી હતી. થેમીસ મેડી રૂ.૭.૯૪ વધીને રૂ.૧૩૧.૭૩, સિક્વેન્ટ સાઈન્ટિફિક રૂ.૭.૯૫ વધીને રૂ.૧૯૮.૯૦, બાયોકોન રૂ.૧૩.૯૫ વધીને રૂ.૩૬૮.૩૫, શેલબી રૂ.૭.૮૫ વધીને રૂ.૨૩૫.૭૦, ગ્લેનમાર્ક રૂ.૬૮ વધીને રૂ.૨૧૧૦, લૌરસ લેબ રૂ.૨૯.૫૦ વધીને રૂ.૯૨૩, પોલીમેડ રૂ.૬૫.૨૦ વધીને રૂ.૨૦૬૧.૩૫, ઈપ્કા લેબ રૂ.૨૬.૨૦ વધીને રૂ.૧૩૩૮, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૨.૨૫ વધીને રૂ.૧૧૨૮.૫૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૯૧.૩૧ પોઈન્ટ વધીને ૪૫૧૩૦.૦૪ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં આકર્ષણ : પૂનાવાલા ફિન, ટાટા ઈન્વે., ઉછળ્યા : બીઓબી, એચડીએફસી બેંકમાં ફંડો લેવાલ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ સિલેક્ટિવ ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા બાદ હવે ભારતમાં પણ ઉદ્યોગોને ધિરાણ સસ્તું ઉપલબ્ધ કરાવી સ્થાનિક મેન્યુફેકચરીંગ ક્ષેત્રે પ્રવૃતિને વેગ આપવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ વ્યાજ દરમાં આગામી દિવસોમાં ઘટાડો કરે એવી શકયતાએ ફંડોનું બેંકિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. બેંક ઓફ બરોડા રૂ.૩.૦૫ વધીને રૂ.૨૪૮.૯૦, એચડીએફસી બેંક રૂ.૧૦.૧૫ વધીને રૂ.૯૭૬.૫૫, એક્સિસ બેંક રૂ.૬.૯૫ વધીને રૂ.૧૧૩૨, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩ વધીને રૂ.૧૪૨૧.૮૫ રહ્યા હતા. પૂનાવાલા ફિન રૂ.૫૪.૪૦ વધીને રૂ.૫૦૨.૧૦, ટાટા ઈન્વેસ્ટમેન્ટ રૂ.૪૬૦.૧૫ વધીને રૂ.૭૫૦૦.૩૫, મુથુટ રૂ.૯.૯૦ વધીને રૂ.૧૭૨.૯૫, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૧.૧૫ વધીને રૂ.૫૯૨.૯૫, પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૫૦.૧૫ વધીને રૂ.૫૪૨૧.૨૦, આરબીએલ બેંક રૂ.૬.૭૦ વધીને રૂ.૨૭૧.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૨૬.૨૫ પોઈન્ટ વધીને ૬૨૬૫૩.૬૪ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયું : હ્યુન્ડાઈમાં તોફાની તેજી : એક્સાઈડ, ટીવીએસ વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા નવા વાહનો લોન્ચ કરવા સાથે જીએસટી દરોમાં ઘટાડાની સાથે તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદીમાં રહી રહીને વધારો થવાની અપેક્ષાએ ફંડોની પસંદગીના ઓટો શેરોમાં ખરીદી જળવાઈ હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયામાં સતત ફંડોએ મોટી ખરીદી કરતાં રહી શેર રૂ.૬૯.૪૦ વધીને રૂ.૨૭૨૦.૮૫ રહ્યો હતો. એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧.૯૦ વધીને રૂ.૧૩૮.૬૫, ટીવીએસ મોટર રૂ.૪૮.૩૫ વધીને રૂ.૩૫૪૬.૭૫, આઈશર મોટર્સ રૂ.૩૫.૨૦ વધીને રૂ.૬૯૨૩.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭.૭૫ વધીને રૂ.૩૬૪૧.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૯.૭૧ પોઈન્ટ વધીને ૬૧૦૬૮.૭૦ બંધ રહ્યો હતો.
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે માંગ, ટેરિફ આશાવાદે મેટલ શેરોમાં મજબૂતી : એનએમડીસી, જિન્દાલ સ્ટીલ વધ્યા
દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અનેક પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા હોઈ સ્ટીલ, સિમેન્ટ સહિતની માંગ જળવાઈ રહેવાની અપેક્ષા અને વધુ પ્રોત્સાહનોથી નવા પ્રોજેક્ટોને પણ ફાયદો થવાની અપેક્ષાએ ફંડો મેટલ-માઈનીંગ શેરોમાં લેવાલ રહ્યા હતા. એનએમડીસી રૂ.૧.૧૪ વધીને રૂ.૭૬.૮૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૩.૮૦ વધીને રૂ.૧૦૪૭.૩૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૯.૯૫ વધીને રૂ.૧૧૨૧.૧૦, એપીએલ અપોલો રૂ.૧૦.૮૫ વધીને રૂ.૧૬૯૯.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૧૪.૭૬ પોઈન્ટ વધીને ૩૩૦૧૦.૫૩ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ : પાવર ઈન્ડિયા રૂ.૬૭૭ તૂટયો : ગ્રાઈન્ડવેલ, આઈનોક્સ વિન્ડ ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ નવી ખરીદીથી દૂર પ્રોફિટ બુકિંગ કર્યું હતું. પાવર ઈન્ડિયા રૂ.૬૭૭.૪૦ તૂટીને રૂ.૧૯,૩૮૫.૫૦, ગ્રાઈન્ડવેલ રૂ.૩૪.૯૫ ઘટીને રૂ.૧૬૬૨.૬૫, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૭૫ ઘટીને રૂ.૧૪૮.૬૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૯.૩૫ ઘટીને રૂ.૯૪૦.૮૫, સીજી પાવર રૂ.૭.૫૦ ઘટીને રૂ.૭૮૪.૩૦, જ્યોતી સીએનસી રૂ.૮.૮૦ ઘટીને રૂ.૯૩૭.૭૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૨૫ ઘટીને રૂ.૪૧૦૧.૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૩૪.૭૧ પોઈન્ટ ઘટીને ૭૧૧૭૯.૯૮ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઉછાળે ફંડોનું પ્રોફિટ બુકિંગ વધ્યું : ૨૦૮૩ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં સતત તેજી સામે સ્મોલ, મિડ કેપ, રોકડના ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ વધતાં માર્કેટબ્રેડથ નબળી પડી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૫૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૪૧થી ઘટીને ૨૦૯૭ અને ઘટનારની સંખ્યા ૧૮૨૮થી વધીને ૨૦૮૩ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯૪ હજાર કરોડ વધીને રૂ.૪૬૫.૭૩ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ સતત તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થવા છતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૯૪ હજાર કરોડ વધીને રૂ.૪૬૫.૭૩ લાખ કરોડ રહ્યું હતું.