Samir Modi Arrested : દક્ષિણ-પૂર્વ જિલ્લાની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની (NFC) પોલીસ સ્ટેશને ફરાર ઉદ્યોગપતિ લલિત મોદીના ભાઈ, ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સમીર મોદીની દિલ્હીના IGI એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ગુરુવારે જ્યારે તે વિદેશથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેને દુષ્કર્મ અને અપહરણના ગંભીર આરોપો હેઠળ પકડવામાં આવ્યો છે. આરોપીને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
યુવતીએ ફરિયાદ નોંધાવી હતી
એક યુવતીએ 10 સપ્ટેમ્બરના રોજ NFC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.