– આધેડને ગંભીર ઇજા થતાં અમદાવાદમાં સારવાર દરમિયાન મૃત્યુ
નડિયાદ : વડતાલની સ્કૂલ પાસે રોડ પરથી બાઇક પસાર થતું હતું. કપીરાજ અચાનક આવી જતા બ્રેક મારતા અધેડ પુરૂષ પટકાતા ગંભીર ઇજાથી મોત થયું હતું. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વડતાલના કંજરી રોડ ઉપર રહેતા ઉદેસિંહ વિઠ્ઠલભાઈ પરમાર તા.૧૬ મીની સાંજે તેમના માસીના દીકરા સુભાષભાઈ પરમારને મોપેડ પર બેસાડી બજારમાં કલર લેવા જતા હતા.આ દરમિયાન મોપેડ જ્ઞાાનબાગ મંદિરથી આગળ જતા રોડ પર કપિરાજ આવતા બ્રેક મારતા મોપેડ પાછળ બેઠેલા સુભાષભાઈ પરમારને રોડ ઉપર પડી જતા ગંભીર ઈજા થઈ હતી. જેથી ઇજાગ્રસ્તને વડતાલ, કરમસદ બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુભાષ ભઇજીભાઇ પરમારનું મોત થયું હતું. આ બનાવ અંગે ઉદેસિંહ વિઠ્ઠલભાઈ પરમારની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ટુ વ્હીલર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.