વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની મિલકતો પર દબાણો રોકવા માટે ફેન્સિંગ નહિ કરાતાં તેની રજૂઆત કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતની વડોદરાના હરણી વિસ્તારમાં તેમજ બાપોદ સ્ટાફ ક્વાટર્સ, સમલાયા ધર્મશાળા,સાવલી સ્ટાફ ક્વાટર્સ, પાદરા ગેસ્ટ હાઉસ સહિતની ૧૫ જેટલી જગ્યાઓ પૈકી હરણીની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું છે.
જ્યારે,બાકીની જગ્યાઓ પર દબાણ ના થાય તે માટે તમામ જગ્યાઓ પર ફેન્સિંગ માટે રૃ.૨૩.૫૩ લાખ ફાળવવામાં આવ્યા હતા.પરંતુ દોઢ-બે વર્ષથી ફેન્સિંગ નહિ થતાં વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.