Hatkeshwar Bridge Ahmedabad: અમદાવાદના હાટકેશ્વરમાં આવેલા હયાત બ્રિજને તોડી પાડવા આઈ.આઈ.ટી. ગાંધીનગર દ્વારા ડિમોલિશનની મેથેડોલોજીને મંજૂર કરાઈ છે. પહેલા બ્રિજના સ્પાનના બંને બાજુના ક્રેશ બેરિયરને તોડીને દૂર કરવામાં આવશે. બ્રિજ તોડવાની કામગીરી મુંબઈ સ્થિત શ્રી ગણેશ કન્સ્ટ્રકશનને 3.90 કરોડ રૂપિયાના ખર્ચે અપાયો છે.
વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે
કોન્ટ્રાકટર દ્વારા બ્રિજના ડિમોલિશનની મેથેડોલોજીને આઈ.આઈ.ટી.ગાંધીનગર દ્વારા મંજૂર કરાઈ છે. જેમાં મુખ્ય સ્પાનોમાં કોન્ટ્રાકટર દ્વારા ટેમ્પરરી સપોર્ટ સિસ્ટમ જેમ કે ક્રિબ્સ અને ટ્રેસલ્સ મુકવામા આવશે. બંને બાજુના કેન્ટી લેવર પોર્શનને અલગ અલગ સેગમેન્ટમાં ડાયમંડ કટર મેથડથી કટ કરી સલામત રીતે દૂર કરવામા આવશે. કામગીરી દરમિયાન જાહેર જનતાની સલામતીને ધ્યાનમા રાખીને વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે. વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા દિશા સૂચક બોર્ડ મુકાશે. આસપાસના રહેવાસીઓ અને વેપારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સર્વિસ રોડ ઉપર બેરિકેડિંગ અને ગ્રીન નેટ સાથે કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર, 26 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે
બ્રિજ ઉપરનુ બીટુમીન વેરિંગ કોટ દૂર કરાયું
કોન્ટ્રાકટર દ્વારા હાટકેશ્વર બ્રિજ ઉપર 8590 ચોરસમીટર જેટલુ બીટુમીન વેરિંગ કોટ દૂર કરાયુ છે. ખોખરા તરફના ભાગ ઉપર બંને બાજુના ફિલિંગ પોર્શનમાં આવેલ આરસીસી દીવાલ આશરે 35 મીટર જેટલી તોડાઈ છે. જ્યારે સીટીએમથી હાટકેશ્વર સ્મશાન તરફના રસ્તા ઉપર ડાબી બાજુએ 20 મીટર ક્રેશ બેરિયર તોડવામાં આવેલા છે. હાલમાં હાટકેશ્વર સ્મશાન તરફ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત 33 મીટરના બંને તરફના સ્પાનમાં સોલિડ સ્લેબને જોડતા પીઅરકેપ પાસે સેન્ડબેગ દ્વારા સપોર્ટિંગની કામગીરી ચાલી રહી છે.