Hit-and-Run In Ahmedabad: અમદાવાદના સાણંદ નજીક ધોળકા-ખેડા હાઈવે પર ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં રસ્તા પર ચાલીને જઈ રહેલા બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. ધોળકા ટાઉન પોલીસે આ મામલે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સારવાર મળે તે પહેલા જ બે શ્રમિકોના મોત
મળતી માહિતી અનુસાર, સાણંદ નજીક ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનએ રોડ પર ચાલતા જઈ રહેલા બે શ્રમિકોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને શ્રમિકોને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યાં હતા. પ્રાથમિક તપાસમાં મૃતક શ્રમિકો ગુજરાત બહારના હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ‘તમારા વાંકે નિર્દોષ મરતા જાય છે પણ…’ ગુજરાત હાઈકોર્ટે પોલીસ-કોર્પોરેશનનો ઉધડો લીધો
ઘટનાની જાણ થતાં જ ધોળકા ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. પોલીસે હાલ અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.