Vadodara Liquor Smuggling : વડોદરાની બાપોદ પોલીસને માહિતી મળી હતી કે એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની કારમાં વિદેશી દારૂનો જથ્થો આજવા રોડ કમલા નગર થઈ દેવ રેસીડેન્સી પાસે આવવાનો છે. જેથી, પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક સફેદ કલરની શંકાસ્પદ કાર આવતા પોલીસે કાર અટકાવી હતી અને તપાસ કરતા કારમાંથી દારૂની 500 બોટલ તથા બીયરના 120 ટીન કિંમત રૂપિયા 96,600 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, મોબાઈલ, રોકડા મળીને કુલ 5.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ ભરેલી કાર લઈને આવતા મયંક પદ્માકરભાઈ શરાફ તથા પોપટ દેવસિંહ તોમર ( બંને રહે-આલીરાજપુર, મધ્ય પ્રદેશ) ની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.