કલોલ : કલોલ તાલુકાના છત્રાલ ગામે ઇકો કારના ચાલકે બાઇકને ટક્કર
મારતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના
સ્થળે મોત નિપજ્યું હતું પોલીસે ગુનો દાખલ
કરીને તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ પાસે આવેલ છત્રાલ જીઆઇડીસી
ની ડિવાઇન ટયુબ કંપની માં નોકરી કરતો સંદીપકુમાર રમેશજી ડામોર પોતાનું બાઈક લઈને
જીઆઇડીસીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જીઈબી ચોકડી પાસે ઇકો ગાડીના ચાલકે તેના
બાઇકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં તેને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ
પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું બનાવ અંગે પોલીસે ઇકો કારના ચાલક સામે
ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.