ગાંધીનગર શહેર નજીક આવેલા
જેમ ફાવે તેમ ગરબા કેમ ગાય છે, કહી માર મારી માથામાં ઇંટ ફટકારી ઃ ઈન્ફોસિટી પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલા કુડાસણ ગામમાં નવરાત્રીના ગરબા ગાતી
વખતે હાથ અડી જવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી અને બે
વ્યક્તિઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ મામલે બે આરોપીઓ વિરુદ્ધ હત્યાની ધમકી
અને માર મારવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
ગાંધીનગરના ફતેપુરા ખાતે રહેતા ક્રિસ વિજયજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
હતી કે, તે તેના
મિત્ર સિદ્ધરાજ સાથે ગરબા જોવા કુડાસણ ગામ ખાતે ગયો હતો. જે દરમિયાન ગરબા ગાતી
વખતે તેનો હાથ બાજુમાં ગરબા ગાતા એક ઇસમને અડી ગયો હતો. જેથી આ શખ્સ દ્વારા જોઈને
ગરબા ગાવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા સમય પછી ક્રિસ અને તેનો મિત્ર
નવરાત્રી ચોકમાંથી સાઈડમાં ઊભા હતા,
ત્યારે જેની સાથે બોલાચાલી થઈ હતી તે યુવાન તેના મિત્ર સાથે ત્યાં આવ્યો હતો.
તેમણે કેમ મન ફાવે તેમ ગરબા રમો છો તેમ કહીને બોલાચાલી શરૃ કરી દીધી હતી
બોલાચાલી દરમિયાન,
બંને ક્રિસ અને તેના મિત્રને ગડદા પાટુનો માર માર્યો હતો તેમાંથી એક શખ્સે
રસ્તાની બાજુમાં પડેલી ઈંટ લઈને ક્રિસના માથાના ભાગે મારી દીધી હતી. જેના પગલે
મિત્ર સિદ્ધરાજે બૂમાબૂમ કરતાં આજુબાજુથી માણસો ભેગા થઈ ગયા હતા. જેથી જતા જતા, આ શખ્સોએ ક્રિસને
જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે આજે તો જવા દીધો, પરંતુ હવે ગામમાં
ગરબા જોવા આવીશ તો જાનથી મારી નાખીશું. ત્યારબાદ આ બંને શખ્સો વિશે આસપાસના લોકોને
પૂછતા તે આશિક ઠાકોર અને અકુલ ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું જેથી બંને સામે
ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.