વડોદરા,૧૭ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી દેનાર વિધર્મીની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
૧૭ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી આરોપી આમીર ઇકબાલભાઇ વ્હોરા (રહે. સફેદ વુડાના મકાનમાં, ખોડિયાર નગર, મૂળ રહે. સીંગલાવ ગામ, તા.બોરસદ, જિ.આણંદ) ભગાડી ગયો હતો. છેલ્લા છ મહિનાથી તેઓ સાથે જ રહેતા હતા. દરમિયાન કિશોરીને પેટમાં દુખાવો થતા તેની માતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. ડોક્ટરે ચેક અપ કરીને કિશોરીને ૧૪ અઠવાડિયાનો ગર્ભ હોવાનું કહ્યું હતું. ડોક્ટરે કિશોરીનો જન્મનો દાખલો માંગતા જાણ થઇ હતી કે, કિશોરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી,ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. બાપોદ પોલીસે આ અંગે કિશોરીની માતાની ફરિયાદના આધારે આમીર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે