– દિલ્હી એસીબીનો સિસોદિયા અને જૈન સામે કેસ
– કેજરીવાલના નેતૃત્ત્વવાળી સરકારમાં 12,748 વર્ગખંડોનાં નિર્માણમાં વધારે રકમવાળા ટેન્ડરોને મંજૂરી
– પ્રત્યેક વર્ગખંડનું નિર્માણ 24.86 લાખ રૂપિયામાં કરાયું : આ રકમ સામાન્ય ખર્ચથી પાંચ ગણી વધારે હોવાનો એસીબીનો આરોપ
નવી દિલ્હી : દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વવાળી સરકારમાં ૧૨,૭૪૮વર્ગખંડોના નિર્માણમાં ભ્રષ્ટાચાર બદલ આપ નેતાઓ મનિષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે તેમ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.