Rainfall Gujarat: ગુજરાતમાં થોડા દિવસ મેઘરાજા આરામના મૂડમાં હતા, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે (12 જુલાઈ) 86 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે.
86 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે શનિવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 1.97 ઇંચ, ભાવનગરના પાલીતાણામાં 1.85 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.22 ઇંચ, બોટાદના બરવાળા અને નર્મદાના દેડીયાપાડા, નર્મદાના સાગબારામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 79 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં ઍલર્ટ
જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો

