અમદાવાદ, શનિવાર
ઓઢવ પોલીસે બે યુવકો અને અમરાઇવાડી પોલીસે બે મહિલાને લૂંટના રૃા. ૧.૯૧ લાખના દાગીના સાથે ઝડપી પાડયા છે. જેમાં ઓઢવમાં ત્રણ દિવસ પહેલા મંદિરનું સરનામું પૂછવાના બહાને દાગીના પવિત્ર કરવાનું કહીને મહિલા પાસેની બુટ્ટી થેલીમાં મૂકાવી અને મંત્રોચ્ચાર કરવાનું નાટક રચીને રૃા. ૫૦,૦૦૦ની કિંમતની બે બુટ્ટીઓ નજર ચૂકવીને લઇ ગયા હતા તેમજ નિકોલમાં પણ મહિલા પાસે રૃા.૧૫ હજારની બુટ્ટીઓ પડાવી હતી. જ્યારે અમરાઇવાડી પોલીસે પકડેલી બે મહિલાઓ જ્વેલર્સની દુકાન બહાર એક મહિલા પાસેથી રૃા. ૯૦ હજારના દાગીના લઇને નાસી ગઇ હતી.
બે યુવકોએ ઓઢવ અને નિકોલમાં મહિલાઓ પાસે એક લાખના દાગીના પડાવેલા અમરાઇવાડીમાંં બે મહિલાએ જ્વેલર્સની દુકાન બહારથી ૯૧ હજારની દાગીના લૂંટેલા
ઓઢવ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રહેતા બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરી હતી જેમાં ત્રણ દિવસ પહેલા ઓઢવમાં રહેતી મહિલા સવારે ગાયને રોટલી ખવડાવવા માટે સોસાયટીના નાકે આવ્યા હતા. આ સમયે સરનામું પૂછીને પોતે પૂજારી હોવાની વાત કરીને દાગીના પવિત્ર કરવાનું કહીને મહિલા પાસેની બુટ્ટી થેલીમાં મૂકેલી રૃા. ૯૦ હજારની બુટ્ટી લઇને નાસી ગયા હતા. ઉપરાંત નિકોલમાં પણ મહિલા પાસે રૃા.૧૫ હજારની બુટ્ટીઓ પડાવી હતી.
બીજા બનાવમાં અમરાઇવાડી પોલીસે ધોળકામાં રહેતી બે મહિલાની ધરપકડ કરીને તેઓની પૂછપરછ કરતા અમરાઇવાડીમાં અંબિકા રોડ ઉપર આવેલી જ્યોતિ જ્વેલર્સ નામની દુકાન બહાર એક મહિલા પાસેથી રૃા. ૯૦,૮૬૧ની કિંમતના દાગીના લઇને નાસી ગઇ હોવાની કબૂલાત કરી હતી.