Fake Doctor Arrested in Bhuj: મેડિકલ ડિગ્રી વગર અને લોકોના પૈસે ભુજમાં હોસ્પિટલ બનાવનાર જૈનુલ કાજાણી નામના બોગસ ડોક્ટરને સીઆઈડી ક્રાઈમની ટીમે પકડી પાડ્યો છે. બોગસ સટીફીકેટ ઊભા કરીને શિવાલીકા ગ્રૂપના પ્રોપરાઈટર સહિતનાઓ સાથે ભાગીદારીમાં ભુજમાં હોસ્પિટલ શરૂ કરીને ભાંડો ફુટ્યા બાદ રાતો રાત હોસ્પિટલ બંધ કરીને ભાગી જનારા તબીબ સામે અઢી કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સીઆઇડી ક્રાઈમ બોર્ડર ઝોનની ટીમ દ્વારા આરોપી ડૉક્ટરને ભરૂચ ખાતેથી ઝડપી પાડીને ભુજની કોર્ટમાં રજુ કરીને 5 દિવસના રિમાન્ડ ઉપર મેળવી તપાસ શરૂ કરી છે.
જાણો શું છે મામલો
સીઆઈડી ક્રાઈમ બોર્ડર ઝોન ભુજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર કે.સી.રાઠોડે જણાવ્યું હતું કે, ‘ભુજ રહેતા આરોપી જૈનુલ અમીઅલી કાજાણી કે, પોતે ડૉક્ટર ન હોવા છતાં અમદાવાદના સૃષ્ટિબેનના ગુજરાત મેડીકલ કાઉન્સીલ સર્ટીફીકેટમાં પોતાની માહિતી બતાવીને ડૉક્ટર તરીકેના ખોટા સર્ટીફીકેટ તેનો ખરા તરીકે ઉપયોગ કરીને હોસ્પિટલ ચાલુ કરવા સરકારી કચેરી કચેરીમાં ઉપયોગ કરી રજીસ્ટર્ડ પ્રેક્ટિશનર ન હોવા છતાં ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યાં હતા.
આરોપી જૈનુલ કાજાણીએ ભુજના ઘનશ્યામનગર ખાતે હોસ્પિટલ બનાવવા માટે મીરજાપર ખાતે આવેલી શિવાલીકા ફાર્મસીના માલિક અને શિવાલીકા ગ્રૂપના પ્રોપરાઈટર ફરિયાદી અંકિત અનુપગીરી ગોસ્વામી અને અર્જુન અજાણી સહિતનાઓને પોતાના એમ.ડી. તરીકેના બોગસ સર્ટીફીકેટ બતાવી તેમજ અલગ અલગ હોસ્પિટલની કામગીરી તથા ઓપરેશના વીડિયો બતાવીને હોસ્પિટલમાં ભાગીદાર તરીકે રહેવા વિશ્વાસમાં લઈને 2 કરોડ 50 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ આરોપી પાસે રહેલા મેડીકલ સર્ટીફીકેટ તપાસમાં બોગસ નીકળતાં આરોપી તબીબ રાતો રાત હોસ્પિટલ બંધ કરીને ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યું, કોર્ટ સમક્ષ આપી આ બાંહેધરી
ક્રાઈમના કેસિડે જણાવ્યું હતું કે, ‘આરોપી જૈનુલ કાજાણીનું તબીબી અભ્યાસનું છેલ્લુ વર્ષ બાકી હતું. ત્યારે તેમના પિતાનું અવસાન થતાં તેમનો તબીબ તરીકેનો અભ્યાસ અધુરો રહી ગયો હતો. ત્યાર પછી આરોપીએ બનાવટી ક્યુઆર કોડ વાડા એમડી તરીકેના બોગસ તબીબી સર્ટીફીકેટ બનાવ્યા હતા.