Dy Mamlatdar Transfer : ગુજરાત રાજ્યમાં મહેસુલ વિભાગ હસ્તકની કચેરીમાં ફરજ બજાવતા 157 નાયબ મામલતદારની બદલીની ગંજીફો ચિપાયો છે. જેમાં જામનગર જિલ્લામાંથી 17 નાયબ મામલતદારને અન્ય જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે બીજા જિલ્લામાંથી 9 મામલતદારની જામનગર-દ્રારકામાં નિમણૂંક કરાઇ છે.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 157 નાયબ મામલતદારની કરાયેલી બદલીમાં જામનગરના 17 નાયબ મામલતદારનો સમાવેશ થાય છે. જેમાં દેવાંગકુમાર વી.રામાવતને રાજકોટ, જ્યોતિબેન કે. પરમારને રાજકોટ, બલભદ્રસિંહ જે.વનોલને સુરેન્દ્રનગર, જયદિપ એ.ડાંગરને રાજકોટ, અનિરૂદ્ધસિંહ એ.ગોહિલને રાજકોટ, સંજયકુમાર કે.ફોફરને મોરબી, હિતેષ બી.ગઢવીને મોરબી, હિરેનકુમાર વી.વ્યાસને ભાવનગર, યુવરાજસિંહ ડી.ડોડિયાને સુરેન્દ્રનગર, વિજયસિંહ એન.ગોહિલને સુરેન્દ્રનગર, રોનકકુમાર જે.પઢારિયાને બનાસકાંઠા, માધવીબેન એ.પાટડિયાને બોટાદ, વિશાલ પી.કાનાણીને રાજકોટ, મિતેષકુમાર વી.ઠાકરને રાજકોટ, ક્રિપાલસિંહ આર.પરમારને સુરેન્દ્રનગર, રમેશભાઈ વી.પાડાસગ્યિાને બોટાદ અને વનરાજસિંહ વી.વાળાની સુરેન્દ્રનગરમાં બદલી કરવામાં આવી છે.
જયારે જામનગરમાં જૂનાગઢથી પાયલ આર.કોઠારીને મૂકવામાં આવ્યા છે. અન્ય 8ને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિમણૂક આપવામાં આવી છે. જેમાં ભાવનગરથી વી.સી.પોલાડિયા, દાહોદથી એસ.પી.નાલવાયા, મહેસાણાથી નરેન્દ્ર એમ.ચૌધરી, વડોદરાથી નરેશ પી.વણકર, અમદાવાદથી કાજલબેન જે.પટોલિયા, ખેડાથી જી.સી.બારિયા, ગાંધીનગરથી સુરેશ એ.ચાવડા અને મહેસાણાથી રાકેશ એલ.ચૌધરીનો સમાવેશ થાય છે.