Gujarat Weather Forecast: ગુજરાતમાં આગ વરસાવતી ગરમીનું જોર વધી રહ્યું છે. શુક્રવારે 7 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જ્યારે 44.5 ડિગ્રી સાથે ભુજમાં સિઝનનો સૌથી ગરમ દિવસ બની રહ્યો હતો.
આ પણ વાંચોઃ બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા
અમદાવાદમાં વધશે ગરમીનો પ્રકોપ
અમદાવાદમાં શુક્રવારે 41.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું Gujarat Weather Forecast: તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન નિષ્ણાતોને મતે આગામી રવિવારથી બુધવાર એમ ચાર દિવસ તાપમાન 44 ડિગ્રી થઈ શકે છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગોને ઝટકો, 80,000 કરોડ ઉપરાંતની એક્સપોર્ટને અસર થશે
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી 24 કલાક તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ છે. ત્યારબાદ ચાર દિવસ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.’