અમદાવાદ,શનિવાર
વી એસ હોસ્પિટલ સ્થિત એનએચએલ મેડીકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ તેના હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીએ પરીક્ષાના માનસિક દબાણમાં આવીને જીવન ટુેકાવ્યાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. વી એસ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી એનએચએલ મેડીકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૨૧ વર્ષીય સુશીલા વસાવા નામની વિદ્યાર્થીની ગત રાત્રીએ હોસ્ટેલના રૂમમાં હતી અને તેની પાર્ટનર બહાર ગઇ હતી. રાતના બાર વાગે તે પરત આવી ત્યારે જોઇને તે ચોંકી ઉઠી હતી. કારણે કે સુશીલાએ દુપટ્ટો બાંધીનેે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે અન્ય સ્ટાફ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે સ્થળ પરથી તપાસ કરતા કોઇ સુસાઇડ નોટ મળી આવી નહોતી. આ અંગે એસીપી એમ બી વાણંદે જણાવ્યું કે મૃતકનો મોબાઇલ ફોન તપાસવાની સાથે તેના પરિવાર અને સાથી વિદ્યાર્થીઓની પુછપરછ કરવામા ંઆવી રહી છે. પ્રાથમિક તપાસમાં તેણે પરીક્ષાની ચિંતામાં આવીને અંતિમ પગલુ ભર્યાની સંભાવના છે. જો કે અન્ય બાબતો અંગે પણ એલિસબ્રીજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
જ્યારે એનએચએલ મેડીકલ કોલેજના સુત્રોનું કહેવું છે કે મેડીકલના અભ્યાસમાં દાખલ થતા વિદ્યાર્થીને નેશનલ મેડીકલ કાઉન્સીલના નિયમના મેન્ટર મેન્ટી પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થી દીઠ એક મેન્ટર ફાળવવામાં આવે છે. જે દર બે કે ત્રણ મહિના વિદ્યાર્થી સાથે મીટીંગ કરીને તેમની સાથે વાત કરે છે. મૃતક સુશીલા સાથે પણ ગત ડિસેમ્બર ૨૦૨૫ અને ફેબુ્રઆરી ૨૦૨૫માં મીટીંગ કરવામાં આવી હતી. ત્યારે તેને કોઇ પ્રશ્નની મુંઝવણ ન હોવાનુ જણાવ્યું હતું. તેમ છતાંય, આત્મહત્યાના કારણ અંગે તપાસ કરવામાં આવશે.