અમદાવાદ,સોમવાર,20 ઓકટોબર,2025
દિવાળી પર્વમાં શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી મીઠાઈની
દુકાનમાંથી ખરીદવામા આવેલી મીઠાઈમાંથી નખ નીકળતા ફુડ વિભાગને ફરિયાદ કરાઈ હતી. ફુડ
વિભાગે ચાચર દુગ્ઘાલયને રુપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. કોર્પોરેશનના જ એક
ઉચ્ચ અધિકારી સાથે આ પ્રકારની ઘટના બની હોવાની કોર્પોરેશન વર્તુળોમા વ્યાપક ચર્ચા
સાંભળવા મળી રહી છે.
ખોખરા વિસ્તારમા આવેલ ચાચર દુગ્ઘાલયમાંથી રવિવારે એક ગ્રાહક
દ્વારા મીઠાઈ ખરીદવામા આવી હતી.આ મીઠાઈ ઘરે લઈ ગયા પછી તેમણે મીઠાઈ ખાતા તેમાંથી
નખ નીકળતા તેમણે આ મામલે દુકાન માલિકને ફરિયાદ કરી હતી.પરંતુ દુકાનદારે ફરિયાદને
ગંભીરતાથી નહી લેતા તેમણે ફુડ વિભાગના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી
હતી.કોર્પોરેશનના જ ઉચ્ચ અધિકારી સાથે આ પ્રકારની ઘટના ઘટી હોવાથી તાત્કાલિક ફુડ
વિભાગની ટીમ દુકાન ઉપર પહોંચી હતી.દુકાન ઉપર ફુડ સેમ્પલ લઈ રુપિયા પાંચ હજારનો દંડ
ફટકાર્યો હતો. ફુડ વિભાગ તરફથી બાર મહીનાના દિવાળી જેવા મોટા તહેવારમા પણ માત્ર
નામ પુરતા મીઠાઈ અને અન્ય ચીજોના સેમ્પલ લઈ કામગીરી કરાઈ હોવાનો સંતોષ માનવામા
આવ્યો છે.










