Smooch Cabs: કર્ણાટકની રાજધાની બેંગલુરુ ટ્રાફિક માટે પ્રખ્યાત છે. આ વચ્ચે હવે ત્યાં એક વિચિત્ર કેબ સર્વિસ શરૂ થઈ ગઈ છે. હવે બેંગલુરુ પોતાની આ સર્વિસને લઈને ચર્ચામાં છે. દરરોજ ટ્રાફિક જામની સમસ્યાને સામનો કરતા લોકોની નારાજગી તેનાથી થોડી ઓછી થઈ શકે છે. ખાસ કરીને કપલ માટે આ કેબ સર્વિસ ખૂબ જ રાહત ભરી કહી શકાય છે. બેંગ્લુરુમાં રોજ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા કપલો માટે એક પ્રાઈવેટ કેબ સર્વિસે ‘Smooch Cabs’ની શરૂઆત કરી છે. આ કેબ સર્વિસ માત્ર કપલ માટે જ છે. આ કેબમાં કપલને એકબીજા સાથે રોમાન્સ કરવાની છૂટ મળશે.
ઓલા, ઉબર અથવા રેપિડોની જેમ ‘Smooch Cabs’નો હેતુ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનો જ નથી. આ ઉપરાંત તે કેબ કપલ્સને લોન્ગ ડ્રાઈવ પર લઈ જાય છે જેનાથી તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે.
‘ડુ નોટ ડિસ્ટર્બ’ પોલિસી સાથે કેબ સર્વિસ
Smooch Cabsને વિશેષ રૂપથી ડીઝાઈન કરવામાં આવી છે, જેથી કપલ્સને પ્રાઇવસી મળે. આ કેબમાં ટીન્ટેડ વિન્ડોઝ અને એક સખત ‘ડુ નોટ ડિસ્ટર્બ પોલિસી’ છે. કેટલાક ડ્રાઇવરો આ સર્વિસ દરમિયાન નોઈઝ કેન્સલિંગ હેડફોનની પણ માગ કરી રહ્યા છે. જોકે તેનાથી પ્રાઈવસીનું ધ્યાન રાખતા ટ્રાફિકમાં અન્ય ડ્રાઇવરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અનેક વાહન પીક ટ્રાફિક દરમિયાન અટકી જાય છે.
નવો ટ્રેન્ડ કે પછી સાંસ્કૃતિક ચિંતા?
Smooch Cabsની શરૂઆત થયા બાદથી આ સર્વિસ એવા કપલ્સ વચ્ચે લોકપ્રિય બની ગઈ છે, જેવો સામાજિક નૈતિકતા અને પોલીસિંગ થી બચવા માટે આ સર્વિસનો ઉપયોગ કરવા માંગે છે. પરંતુ ટ્રાફિક પોલીસે તેના પર ચિંતા વ્યક્ત કરી છે પોલીસનું કહેવું છે કે કેટલીક કારો ટ્રાફિક દરમિયાન અટકી જાય છે જે સ્થિતિને વધુ મુશ્કેલ બનાવી દે છે.
આ પણ વાંચો: VIDEO: રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, કપાળ પર આહ્લાદક સૂર્ય તિલક
આ ટ્રેન્ડે ઓટો રીક્ષા ડ્રાઇવરોને પણ પ્રેરિત કર્યા છે. તેમણે પણ પ્રાઇવેટ રાઈડ્સ ઓફર કરવાનું શરૂ કરી દીધું છે. જોકે આ સર્વિસને લઈને દરેક લોકો ખુશ નથી. ઘણા લોકોનું માનવું છે કે, આ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિરુદ્ધ છે અને કેટલાક લોકો તો આ સેવા પર પ્રતિબંધ લગાવવાની માગ પણ કરી રહ્યા છે.
તેને લઈને વિવાદ ચાલુ છે પરંતુ તેમ છતાં Smooch Cabsની વિસ્તાર પ્રક્રિયા ચાલુ છે. હવે આ દિલ્હી અને મુંબઈમાં પણ પ્રિ-બુકિંગ એક્સેપ્ટ કરી રહ્યું છે. આ નવો કોન્સેપ્ટ બેંગ્લુરુની બહાર પણ પોતાનું સ્થાન બનાવી શકે છે.