Rajkot: રાજકોટના શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક અથડાતાં માથાકૂટ થઈ હતી. જે બાદ નશાની હાલતમાં કારમાંથી ધોકા સાથે બહાર ઉતરી યુવકે બાઈક ચાલકને ઢોર માર માર્યો હતો. આ બનાવનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કાર ચાલક પોલીસ કર્મીએ કાયદો હાથમાં લઈ લાકડી લઈને બાઈક સવાર યુવક પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: જીવરાજ પાર્ક બ્લાસ્ટ કેસની તપાસ માટે ટીમના ધામા, બ્યૂટેન ગેસના 1300 કેન ઘરમાં હતા
કાર ચાલક દિવ્યરાજસિંહ જાડેજા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે
રાજકોટમાં કાર ટકરાવવા જેવી સામાન્ય બાબતમાં કોન્સ્ટેબલે જ કાયદો હાથમાં લીધો હતો. કાર ચાલક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. દિવ્યરાજસિંહ જાડેજા નામના આ પોલીસ કર્મીએ બાઈક ચાલક પર લાકડી વડે હુમલો કર્યો હતો. બાઈક ચાલકે બનાવનો એક વીડિયો પણ ઉતાર્યો છે.
આ પણ વાંચો: બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! સુરતના પાંડેસરામાં 1 હજારથી વધુ પેપ્સી અને 80 કિલોનો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો
ધ્યાનથી ગાડી ચલાવવાનું કહેતા પોલીસ કર્મી મારવા પર ઉતરી આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક પાછળ પોલીસ કર્મીની કાર ટકરાઈ હતી. ત્યારે બાઈક ચાલકે કાર ચાલકે પોલીસ કર્મીને ધ્યાનથી ગાડી ચલાવવાનું કહ્યું ત્યારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજા ગુસ્સે થઈ ગયો હતો અને તેમણે યુવકો પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસ કર્મી લાકડી વડે યુવકને મારતો જોવા મળી રહ્યો છે. બાઈક ચાલક દ્વારા પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી નારાજ યુવકોએ તંત્ર પાસે આ પોલીસ કર્મી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.