– પત્નીએ અશ્રુભીની આંખે કહ્યું મને તમારા પર ગર્વ છે
– આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લેફટનન્ટના વતનમાં લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા
– વિનયની બહેન સૃષ્ટિનો સીએમ સૈની સમક્ષ આક્રોશ મારે મારા ભાઈની હત્યા કરનારાઓની લાશ જોવી છે
નવી દિલ્હી : વાર્ષિક પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ એક યુવકની હત્યા કરી નાંખી અને તેની પત્નિ બાજુમાં બેઠી હોય એ તસવીરે આખા દેશને હચમચાવી દીધો છે. આ યુવતી હિમાંશી શિક્ષિકા છે અને તેની બાજુમાં પડેલો મૃતદેહ તેમના પતિ વિનય નરવાલનો છે. હિમાંશી દુલ્હનો દ્વારા પહેરવામાં આવતી લાલ અને સફેદ બંગડીઓથી ભરેલા હાથ સાથે શાંતિથી પતિના નિર્જીવ શરીરની બાજુમાં બેઠી છે એ તસવીર પથ્થર હૃદયની વ્યક્તિને પણ હચમચાવી નાંખનારી છે.