Vadodara Accident : વડોદરામાં આજે (તારીખ 07) બપોરે એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં બેફામ કાર ચલાવીને આવતી એક યુવતીએ એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટને ટક્કર મારી ફૂડ ડિલિવરી બોયની બાઈકને પણ ટક્કર મારી દીધી હતી. જેમાં બાઈકને સારું એવું નુકસાન થયું હતું. આજે
આજે બપોરે 12:30 કલાકે કેમ્પસમાં એક્સપરિમેન્ટલ સ્કૂલના ગેટને દસ્તુન કાર લઈને બેફામ આવી રહેલી યુવતીએ ધડાકા સાથે અથડાવતા લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા. ડ્રાઇવિંગ ના આવડે તો કાર લઈને રસ્તા પર કેમ નીકળી પડી? લાયસન્સ છે કે કેમ, તપાસ કરો, પોલીસને બોલાવો તેમ કહી લોકોએ હોહાપો મચાવી દીધી હતી. એક ફૂડ ડિલિવરી બોય યુનિવર્સિટીમાં ફૂડની ડિલિવરી આપવા આવ્યો હતો, અને નજીકમાં ઉભો હતો ત્યારે આઉટ ઓફ કંટ્રોલ બનેલી કાર તેની બાઈક સાથે અથડાવી દીધી હતી. આ બનાવ બનતા ત્યાં ઊભા રહેલા લોકોએ યુવતી સાથે બોલાચાલી પણ કરી હતી.