અમદાવાદ, શનિવાર,22 માર્ચ,2025
અમદાવાદ-પાલનપુર રેલવેલાઈન ઉપર આવેલા લેવલ ક્રોસીંગ-૨૪૩
પાસે બનાવાયેલા અંડરપાસથી કાળીગામ ગરનાળા સુધી રુપિયા ૬૫.૨૮ લાખના ખર્ચે રાઈઝીંગ
મેઈનલાઈન નંખાશે.કોન્ટ્રાકટર ધુ્રવિ બિલ્ડકોનને રાઈઝીંગ મેઈનલાઈન નાંખવાની કામગીરી
અપાઈ છે.કામગીરી પુરી થયા પછી ડી-કેબીન અંડરપાસમાં દર વર્ષે ભરાતા વરસાદી પાણી
નહીં ભરાય એવો તંત્ર તરફથી દાવો કરાયો છે.
અમદાવાદ-પાલનપુર રેલવેલાઈન ઉપર લેવલ ક્રોસીંગ-૨૪૩ ,સાબરમતી
એન્જી.વર્કશોપ,ડી-કેબીન
પાસે રેલવે વિભાગ દ્વારા અંડરપાસ બનાવવામાં આવ્યો છે.આ અંડરપાસ ૨૩ જાન્યુ-૨૫ના રોજ
લોકાર્પણ કરી ખુલ્લો મુકવામા આવ્યો હતો.આ અંડરપાસમાં પમ્પિંગ સ્ટેશનની કામગીરી
પુરી કરવામાં આવી છે.લેવલ
ક્રોસીંગ-૨૪૩થી કાળીગામ નાળા(ડિસ્પોઝલ પોઈન્ટ) સુધી ૭૦૦ મી.મી.વ્યાસની ૩૨૫ મીટર
લંબાઈમાં રાઈઝીંગ મેઈન લાઈન નાંખવા અંદાજિત ભાવથી ૧૨ ટકા વધુ ભાવથી કોન્ટ્રાકટરને
કામગીરી અપાઈ છે.કાળીગામ ઉપરાંત ડી-કેબીન અને ચેનપુરના લોકોને કામગીરી પછી અવરજવર
કરવામાં સરળતા રહેશે.