Congress Targets PM Modi: ગયા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી હતી, જે બાદ ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ મામલે કોંગ્રેસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું કે, ‘પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને પોતાના દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં નિષ્ણાત છે.’
શેરબજારને 19 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને સારા મિત્રો ગણાવે છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. બંને પોતાની અર્થવ્યવસ્થાને સ્વ-લાદેલા ઘા આપવામાં નિષ્ણાત છે.