– ગુજરાત ઈન સર્વિસ ડૉક્ટર એસોસિએશનનું આવેદનપત્ર
– પડતર માંગણીઓને લઈ તા. 7 મી એપ્રિલે સામૂહિક રજા પર ઉતરી જઈ આંદોલનમાં જોડાશે
આણંદ : આણંદ જિલ્લામાં ફરજ બજાવતા સરકારી તબીબોની પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા વિશ્વ આરોગ્ય દિવસ તા. ૭મીએ સામૂહિક માસ સીએલ પર જવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આવેદનપત્ર પણ અપાયું છે.
જિલ્લા વિકાસ અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગમાં ફર બજાવતા ઈન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓના નિરાકરણ બાબતે હજૂ કોઈ ઉકેલ આવ્યો નથી.
જેથી આણંદ જિલ્લાના ગુજરાત ઈન સર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન અને ગુજરાત મેડિકલ ઓફિસર્સ, વર્ગ-૨ના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના તેમજ સિવિલ હોસ્પિટલના તમામ તબીબો પડતર માંગણીઓ છે.
આ અંગે અનેક વખત રજૂઆત કરવમાં આવી હતી. છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા વિશ્વ આરોગ્ય દિવસ તા. ૭મી એપ્રિલે એક દિવસ માસ સીએલ પર જિલ્લાના તમામ સરકારી તબીબો ઉતરી રાજ્ય વ્યાપી આંદોલનમાં જોડાશે.
સરકાર દ્વારા સમયમર્યાદામાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચિમકી પણ ઉચ્ચારી છે.