વડોદરાઃ જેતલપુર ઇન્ડિયાબુલ્સ મેગા મોલ ખાતે મે.હિન્દ ગ્લોબર એક્ષિમ નામની પેઢી ચલાવી આયાત-નિકાસનું કામ કરતા શીતલબેન બરવાલીયાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૩માં અમે પેઢી ચાલુ કરી પતિના મિત્ર ક્રિષ્નાકુમાર પ્રેમશંકર શુક્લ અને તેના પત્ની પ્રિયંકા(મારૃતિધામ સોસાયટી,ટીપી-૧૩, છાણી રોડ) સાથે ભાગીદારી કરાર કર્યો હતો.શરૃઆતમાં ક્રિષ્નાભાઇએ સારો વહીવટ કર્યો હતો.પરંતુ ત્યારબાદ હિસાબો માંગતા ગલ્લાતલ્લા કરતા હતા.જેથી તપાસ કરાવતાં બંને પતિ-પત્નીએ લોન,સેલેરી એક્સ્પેન્સ, ભાડા વગેરેના નામે રૃ.૪.૨૩લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી અકોટા પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો છે.