અમદાવાદ, મુંબઈ : વિશ્વ બજારમાં આજે કિંમતી ધાતુઓમાં નવો ઉછાળો બતાવી રહ્યા હતા.જેમાં આજે સોનું ૩૦૩૫ ડોલરની નવી ટોચે પહોંચ્યું હતુ. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ઐતિહાસિક ઉંચા ભાવ જોવા મળ્યા હતા. આ અહોવાલ પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનાએ પ્રથમ વખત જ રૂપિયા ૯૧ ,૦૦૦ની સપાટી કૂદાવી હતી. જ્યારે મુંબઇ સોના-ચાંદી બજારમાં ચાંદીએ પુન: રૂપિયા ૧ લાખની સપાટી કૂદાવી હતી.