Vadodara Chain Snatching : વડોદરામાં વોક માટે નીકળતી મહિલાના અછોડા તેમજ મોબાઈલની લૂંટના અવારનવાર બનાવો બની રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા વધુ એક મહિલાનો મોબાઇલ લુટાતા તેણે પોલીસ ફરિયાદ કરી છે.
નિઝામપુરાની ફર્ટીલાઇઝર પાર્ક સોસાયટીમાં રહેતા સ્નેહલબેન ગાંધીએ પોલીસને કહ્યું છે કે ગઈ તા.છઠ્ઠી એ રાતે 8:30 વાગ્યાના અરસામાં હું ચાલવા નીકળી હતી અને મારી બહેનપણી સાથે મોબાઇલ પર વાત કરતી હતી તે દરમિયાન સ્કૂટર પર આવેલા બે યુવકો પૈકી એક જણાએ મારો મોબાઇલ આંચકી લીધો હતો.
મેં બૂમો પાડી પીછો પણ કર્યો હતો. પરંતુ બંને લૂંટારા ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ફતેગંજ પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.