વડોદરાઃ આજે ૯ એપ્રિલ, ૨૦૨૫ના દિવસની ઉજવણી વિશ્વ નવકાર મહામંત્ર દિવસ તરીકે કરવામાં આવી હતી.વિશ્વભરના ૧૦૮ દેશોમાં ૧૦૦થી વધુ સ્થળોએ સમૂહ અનુષ્ઠાનો યોજાયા હતા.જેની પાછળનો હેતુ વિશ્વમાં શાંતિ જળવાય, લોકોનું આરોગ્ય સારુ રહે અને લોક કલ્યાણ કરવાનો હતો.
તેના ભાગરુપે વડોદરા જીતો ( જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા શહેરના નવલખી મેદાન ખાતે સવારે ૬-૩૦ કલાકે સામૂહિક નવકાર મંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આચાર્ય રત્નાચલસુરી મહારાજ, પન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજ તથા ગોંડલ સંપ્રદાયના પ્રબોધિકાબાઈ મહાસતીજી, અનન્યાજી શુભમજી, વિશુધ્ધિજી મહાસતીજી સહિતના સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં ૧૨૦૦૦ જેટલા ભાવિકોએ ભાગ લીધો હતો.