Patan Attack on Maljibhai Desai: ગુજરાતના પાટણ જિલ્લાના ઝીલિયા ગાંધી આશ્રમ ખાતે ગુરૂવારે (10 એપ્રિલ) પદ્મશ્રીથી સન્માનિત માલજીભાઈ દેસાઈ અને તેમના પુત્ર લાલભાઈ દેસાઈ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં આશ્રમમાં ફરજ બજાવતા એક ક્લાર્કે પોતાના ભત્રીજાને નોકરીએ રાખવાની બાબતે હોબાળો મચાવ્યો હતો. કલાર્કે અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને ધોકાલાકડીઓ લઈ આશ્રમમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી હતી.
આ પણ વાંચોઃ હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ
જાનથી મારી નાખવાની ધમકી
આ દરમિયાન માલજીભાઈ દેસાઈ અને લાલભાઈ દેસાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આશ્રમની આસપાસના લોકો તુરંત ઘટનાસ્થળે દોડી આવતા ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતાં.
આ પણ વાંચોઃ ‘બધાને નોકરી નથી મળવાની, નીચેનું તંત્ર બરાબર નથી’.. ભાજપના સાંસદની હૈયાવરાળથી સરકારની ખુલી પોલ
આશ્રમમાં પ્રવેશી કરી તોડફોડ
સમગ્ર ઘટના બાબતે ચાણસ્મા પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આરોપીઓ કનુંધરમસી દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.