Tahawwur Rana Landed In Delhi: 26/11 મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવ્યા બાદ હવે તેને દિલ્હી સ્થિત પટિયાલા કોર્ટમાં લઈ જવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. મળતી વિગતો મુજબ NIA આજે રાત્રે જ તેની પૂછપરછ શરૂ કરી દેશે.આ પહેલા તેને લઈને આવી રહેલું સ્પેશિયલ વિમાન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતું. પછી તેને એરપોર્ટથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના હેડક્વાર્ટર લઈ જવાયો હતો, જ્યાં તેની પૂછપરછ કરાઈ હતી. તેનો મેડિકલ ટેસ્ટ પણ કરાયો છે, જેનો રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે. તેને તિહાર જેલમાં ટ્રાન્સફર કરવાની પણ તૈયારી કરી લેવાઈ છે.