વડોદરા,શહેર પોલીસે ૨૪ કલાક દરમિયાન વાહન ચેકિંગ દરમિયાન નશો કરીને વાહન ચલાવતા ૨૫ વાહન ચાલકો સામે તથા રોંગ સાઇડ વાહન હંકારતા ૫૫ સામે ફરિયાદ નોંધી હતી.
ગત મોડીરાતે માંજલપુર પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે, માંજલપુર ગામ કદમવાળા ફળિયામાં નશેબાજ કાર ચાલકે અકસ્માત કર્યો છે. જેથી, પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે અંદરો અંદર સમાધાન થઇ જતા કોઇ ફરિયાદ આપવા તૈયાર નહતું.જેથી, માંજલપુર પોલીસે દારૃનો નશો કરીને કાર ચલાવતા કાર ચાલક રાજેશ મોહનભાઇ બારિયા, ઉં.વ.૪૮ (રહે.સુકન્યા પાર્ક, માંજલપુર ગામ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન ટ્રાફિક પોલીસે ૨૪ કલાક દરમિયાન એમ.વી.એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ ૧૨૬ વાહન ડિટેન કર્યા છે. જ્યારે દારૃ પી ને વાહન ચલાવતા ૨૫ સામે ગુનો દાખલ કર્યો છે.