Car Caught fire in Jamnagar : જામનગરમાં રણજીત સાગર રોડ પરથી ગઈકાલે રાત્રે પસાર થઈ રહેલી એક કારમાં આગળના ભાગે વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા ભારે દોડધામ થઈ હતી.
ચાલુ કારમાં આગળથી ધુમાડા નીકળવા લાગતાં કાર ચાલ તેમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ ધીમે ધીમે આગની જ્વાળાઓ પણ દેખાવા લાગતા દોડધામ થઈ હતી.
આસપાસના વિસ્તારના લોકોએ એકત્ર થઈને પાણીનો મારો ચલાવી આગને બુજાવી દીધી હતી. તે દરમિયાન કારમાં આગળનો ભાગ સળગી ગયો હોવાથી નુકસાની થઈ છે.
સદભાગ્ય સમગ્ર બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી, તેમજ આગ કાબુમાં આવી ગઈ હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવાની પણ જરૂર પડી ન હતી.