વાલ્મિકી રામાયણ મૂજબ ભગવાન શ્રી રામની આજ્ઞાા મૂજબ સંત તુલસીદાસે 500 વર્ષ પૂર્વે લખેલી હનુમાન ચાલીસામાં સૂર્યનું અંતર પૃથ્વીથી ‘જુગ સહસ્ત્ર યોજન’ જણાવ્યું તે આજે પણ યથાર્થ ભાવિકો હનુમાનજીની જન્મ જયંતિને બદલે જન્મોત્સવ ઉજવે છે, કારણ કે તે અમર છે
રાજકોટ, : મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે અવતારીકાર્ય પૂરૂ થયા બાદ વિદાય પૂર્વે વિભીષણ અને હનુમાનજીને પૃથ્વીનો પ્રલય થાય ત્યાં સુધી અમરત્વનું વરદાન મળેલું છે. અને ભગવાન શ્રી રામે પૃથ્વી પર વિચરણ કરવાની આજ્ઞાા આપતા હનુમાનજીએ કહ્યું હતું કે ભગવાન,સંસારમાં આપની પાવન કથાનો જ્યાં સુધી પ્રચાર રહેશે ત્યાં સુધી હું પૃથ્વી ઉપર જ રહીશ. આમ, આજે પણ હનુમાનજી એ જ સ્વરૂપે આ ધરતી પર વિચરણ કરી રહ્યા છે.
ભાવિકો હનુમાનજીની જન્મજયંતિ શબ્દપ્રયોગ એમ માનીને કરતા નથી કે તેમનો જન્મ છે પરંતુ, મૃત્યુ નથી. આથી ચૈત્રસુદ પુનમના દિવસે જન્મજયંતિને બદલે જન્મોત્સવ ઉજવાય છે. એટલું જ નહીં, હનુમાનજીની પૂજા,દર્શન ખાસ કરીને શનિવારના દિવસે એટલે કરાય છે કે શનિગ્રહની માઠી દશાથી હનુમાનજી રક્ષણ કરી શકે છે અને મંગળવાર તેમનો જન્મદિવસ મનાય છે ઉપરાંત મંગળગ્રહની દશાથી મુક્તિની ભાવના સાથે આ દિવસે પણ હનુમાનજીની વિશેષ આરાધના થાય છે.
હનુમાન ભક્તિ માટે ઘરે ઘરે બોલાતી હનુમાન ચાલીસાની રચના સંત તુલસીદાસે પાંચસો વર્ષ પહેલા કરી હતી. એ સમયે મોગલ બાદશાહ અકબરે આ સંતકવિને પોતાની ભાટાઈ માટે લખવા આદેશ કર્યો પરંતુ, તેમણે ભાટાઈ ન કરી પરંતુ, ભક્તિ કરી અને હનુમાન ચાલીસા લખી. એ સમય કે જ્યારે વિજ્ઞાાનનો આવિષ્કાર ન્હોતો ત્યારે ભારત વિજ્ઞાાનમાં એટલું અગ્રેસર હતું કે તુલસીદાસ પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર તે જાણતા હતા. તેમણે હનુમાનજીની દિવ્ય લીલાના પ્રસંગમાં બાળક હનુમાનજી ફળ સમજીને આખા સૂર્યને ગળી ગયા તે પ્રસંગ માટે લખ્યું, જુગ સહસ્ત્ર યોજન એટલો દૂર સૂર્ય એટલે કે ગણત્રી કરતા 15.38 કિલોમીટર દૂર દૂર સૂર્ય એવું વર્ણન કર્યું છે. આજે અદ્યતન વિજ્ઞાાન પણ સૂર્ય આશરે 15 કિ.મી.દૂર હોવાનું કહે છે. હનુમાનજીની ઉપસ્થિતિમાં રામસેતુ બંધાયો જે ભારતમાં આધુનિક યુગમાં બનેલા તમામ સેતુઓ કરતા આજે પણ સૌથી લાંબો, આશરે 48 કિ.મી.નો દરિયા પરનો સેતુ છે.