અમદાવાદ,શુક્રવાર,11 એપ્રિલ,2025
અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝા
ડેવલપ કરાતા ૩૬ પીટીશનરોએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી.દાદ માંગનારા તમામને માસિક રુપિયા
પંદર હજારનુ ભાડુ વસૂલી બિઝનેસ કરવા જગ્યા ફાળવવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર
કરી છે.
લો ગાર્ડન વિસ્તારમાં લો-ગાર્ડન સર્કલથી એન.સી.સી.સર્કલ
સુધીના રસ્તા નજીક મ્યુનિ.તંત્ર દ્વારા હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝા ડેવલપ કરાઈ
છે.હાલમાં ઉપલબ્ધ જગ્યાના આધારે મુળ લો-ગાર્ડન વિસ્તારમાં ખાણી-પીણી બજાર સાથે
સંકળાયેલા ૩૬ લોકોને મોટાભાગે તેમની મુળ જગ્યાએ બિઝનેસ કરવા જગ્યાની ફાળવણી
કરાશે.આ જગ્યા સીધી ફાળવણીથી કરવી કે ટેન્ડર કમ હરાજીથી કરવી એ અંગે અંતિમ નિર્ણય
મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવશે.