અમદાવાદ,શુક્રવાર,12
એપ્રિલ,2025
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા બાર માળના હાઈરાઈઝ પરિષ્કાર ફલેટના સી બ્લોકના પાંચમા માળે આગ લાગી હતી.આગ લાગવાની ઘટનાના
પગલે અફરાતફરીનો માહોલ છવાયો હતો.બિલ્ડીંગની ફિકસ ફાયર ફાઈટીંગ સિસ્ટમ બંધ
હતી.ફાયર એન.ઓ.સી.પણ રિન્યુ કરાઈ નથી.આ પરિસ્થિતિમાં ઈલેકટ્રીક ડકના કારણે લાગેલી
આગના ધુમાડા વચ્ચે ફસાયેલા ૧૮ લોકોને સલામત રીતે નીચે ઉતારાયા હતા.એડીશનલ ચીફ ફાયર
ઓફિસર મિહીર રાણાએ કહયુ, બિલ્ડિંગમાં
ફાયર એન.ઓ.સી.છે કે નહીં એની તપાસ કરીશુ.નહીં હોય તો નોટિસ આપીશુ. તેમણે
બિલ્ડિંગની ફાયર સિસ્ટમ ચાલુ હોવાનો દાવો કર્યો હતો.આગમાં ફસાયેલા પૈકી એક મહિલાએ
જીવના જોખમે તેની બે દિકરીઓને ઉતારવાની હિંમત કરી હતી. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને
લઈને ફાયર વિભાગે માત્ર બાર લોકોના નામ આપ્યા હતા.
ખોખરા સર્કલ પાસે આવેલા પરિષ્કાર ફલેટમાં આગ લાગી હોવાનો
કોલ ફાયર કંટ્રોલને બપોરના ૩.૩૨ કલાકે મળતા મણિનગર સહિત અન્ય ફાયર સ્ટેશનનો સ્ટાફ
ગજરાજ, ફાયર
ફાઈટર સાથે આગ હોલવવા પહોંચ્યો હતો. બાર માળના આ
બિલ્ડિંગની ફિકસ ફાયર ફાઈટીંગ સિસ્ટમ બંધ હતી.ગજરાજની લાઈન બનાવી
બિલ્ડિંગના રાઈઝર સાથે કનેકટ કરી હોઝ રીલનો ઉપયોગ કરીને આગ હોલવવામાં આવી
હતી.બિલ્ડિંગની ઈલેકટ્રિક ડકમાં આગ લાગવાની ઘટનામાં ફિકસ ફાયર ફાઈટીંગ સિસ્ટમ બંધ
હોવા છતાં કોઈને ઈજા -જાનહાની થઈ નહતી.
ફાયર વિભાગેસલામત ઉતારેલા લોકોમાં કોણ-કોણ?
૧.કોમલ કુમાર,
ઉંવર્ષ-૪૦,૨.કનિષ્કકુમાર, ઉં.વર્ષ-૧૩, ૩.ભૂમિકાબેન, ઉં.વર્ષ-૪૦,૪.વૈશાલીબહેન,૫.દુર્ગેશભાઈ,૬.જહાનવી,.૭.કુમકુમ બહેન,૮.મમતાબહેન,૯.અરુણ શેલવી,ઉં.વર્ષ-૪૨,૧૦.શ્વેતાબહેન
ઉં.વર્ષ-૪૫,૧૧.જયરામદાસ,ઉં.વર્ષ-૯૦,૧૨.ઈશ્વરી બહેન,ઉં.વર્ષ-૮૫