મારામારીનો બનાવ હત્યામાં પરિણમતા મૃતકના પરિવારે આતંક મચાવ્યો હતો
પોલીસે 8 આરોપીઓને ઝડપી લીધાં બાદ પોણા કલાક સુધી ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું, બાકીના શખ્સોની શોધખોળ ચાલુ
ભાવનગર: શહેરના રૂવાપરી રોડ મહાકાળી વસાહતમાં ચાર દિવસ પૂર્વે થયેલી મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યા બાદ મૃતકના પરિવારજનો સામેના પક્ષના ત્રણ મકાનો પર પથ્થરમારો અને આગચંપી કર્યાંના બનાવોમાં પોલીસે આઠ શખ્સોને ઝડપી લઈ પોણો કલાક સુધી ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શ કરાવ્યા બાદ તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આઠેયને ભાવનગર જેલહવાલે કરવા હુકમ કર્યો છે. બીજી તરફ આ વારદાતને અંજામ આપનારા બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
શહેરના રૂવાપરી રોડ મહાકાળી વસાહત નજીક ચાર દિવસ પૂર્વે સર્જાયેલી મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત નરશીભાઈ જાદવ નામના શખ્સનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.