DGVCL Scam : રાજપીપળા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે લાખોની છેતરપિંડી કરનાર કંપનીના સંચાલકો વિરુદ્ધ વીજ કંપનીના ઇજનેરએ રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ આપી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી અનુસાર હિતેશ જયંતિલાલ વેગડ, નાયબ ઈજનેર દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. રાજપીપળાનાઓ એ આપેલ નોંધવેલ પોલીસ ફરિયાદ મુજબ મે.જે.ડી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારો (1) પટેલ જીગ્નીશાબેન ધર્મેન્દ્રકુમાર (2) ધર્મેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલ.બન્ને રહે. નવા રાજુવાડીયા તા.નાંદોદ જી.નર્મદા અને (3) ધર્મેશ દિનેશ પરવડીયા રહે.કોટડા આથમણા, કોટડા ઉગમણા તા.ભુજ જી-કચ્છ નાઓને દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. વિભાગીય કચેરી રાજપીપળાએ તા.31/03/2020 થી તા.29/04/2024 સુધી ફેબ્રીકેટેડ વસ્તુઓ બનાવવા આપેલ રો.મટીરીયલમાંથી વિવિધ ફેબ્રીકેટેડ વસ્તુઓ બનાવી દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. ખાતે જમા કરાવેલ પરંતુ આપેલ રો.મટીરીયલ પૈકીનુ 75.668 MT એમ.એસ.એંગલ (50X50X6MM) જેની અંદાજીત કિંમત રૂપિયા 50,38,240/240નું દક્ષિણ ગુજરાત વિજ કંપની લીમીટેડ વિભાગીય કચેરી રાજપીપળા કચેરી ખાતે આજદિન સુધી જમા નહીં કરાવી પોતાના અંગત ફાયદા સારૂ પોતાના અંગત કામોમાં ઉપયોગમાં લઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ, રાજપીપલા સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યો હોવા મતલબની રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આ બાબતે જે.ડી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ધર્મેશ દિનેશ પરવડીયાએ જણાવ્યું હતું કે અમારી સામે ખોટી ફરિયાદ નોંધી છે. આ બાબતે અમે ડી.જી.વી.સી.એલ વિરુદ્ધ કોર્ટમાં ગયા છે. અમારા વકીલ મારફતે ડી.જી.વી.સી.એલને નોટીસ પણ મોકલાવેલી છે પણ એમણે કોઈ જવાબ આપ્યો નથી.