મોડાસા સાકરીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું આ પવિત્ર પ્રસંગમાં ૧૦૦થી વધુ દંપત્તિએ મહાયજ્ઞમાં ભાગ લીધ સાંજે મહા આરતી બાદ ભવ્ય મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં આશરે 25,000 થી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લેશે સાકરીયા હનુમાનજી મંદિર ખાતે 500 જેટલા સ્વયંસેવકો આજના પવિત્ર દિવસે ખડે પગે રહી સેવા આપશે સુતેલા હનુમાનજીનું ગુજરાતમાં માત્ર એક આ સાકરીયા ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર જે સ્વયંભુ શ્રી ભીડભંજન દેવ સાકરીયા હનૂમાન તરીકે ઓળખાય છે લોકમાન્યતા અનુસાર અને મહાભારત યુગ સાથે આ મંદિર જોડાયેલું છે