અમદાવાદ,શનિવાર,12 એપ્રિલ,2025
ચાંદલોડીયા વિસ્તારમાં નવો અંડરપાસ બનાવાયો છે. આ
અંડરપાસમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાતા લોકોને અન્ય જગ્યાએથી અવરજવર કરવી પડે છે.
અંડરપાસમાં ભરાતા વરસાદી પાણી નિકાલ કામગીરી માટે રુપિયા ૩.૮૮ કરોડના ખર્ચથી સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ મ્યુનિ.તંત્રે આપ્યો છે.અંડરપાસમાં ભરાતા
વરસાદી પાણીનો ઝડપી નિકાલ થવાથી ગોતા,એસ.જી.હાઈવે
આસપાસના વિસ્તારના લોકોને રાહત મળશે.
ચાંદલોડીયા વિસ્તારમાં વંદેમાતરમ ચાર રસ્તા શ્રીફળ
એપાર્ટમેન્ટથી ગોતા એસ.જી.હાઈવે તરફ જતા રસ્તા ઉપર અંડરપાસ બનાવવામાં આવ્યો
છે.ચોમાસાની મોસમમાં ભારે વરસાદના સમયે આ અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા
છે.અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના ઝડપથી નિકાલની કામગીરી માટે કોન્ટ્રાકટર
મે.પટેલ બ્રધર્સને રુપિયા ૩.૮૮ કરોડ ઉપરાંત જી.એસ.ટી.ચૂકવવાની શરત સાથે સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે કામગીરી સોંપવા અંગે મ્યુનિસિપલ તંત્ર દ્વારા મંજૂરી
અપાઈ છે.