Image Source: Freepik
સાવલી તાલુકાના મંજુસર ગામ પાસે આવેલી જીઆઇડીસીમાં બેન્કો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેસ્ટ્રોલ લિમિટેડ કંપનીના રજીસ્ટર ટ્રેડમાર્કનો દુરુપયોગ કરી તેના નામે એન્જિન તેમજ ગિયર ઓઇલનું વેચાણ થાય છે તેવી માહિતીના આધારે પોલીસે ગઈકાલે સાંજે કંપનીમાં દરોડો પાડ્યો હતો અને બેન્કો ગીયર પાવર ઓઇલ નામે ઓઇલના એક લિટર અને 500 એમએલની બોટલો ભરેલા બોક્સ તેમજ ઓઇલ ભરવાની ખાલી બોટલોનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે કુલ 1.11 લાખ કિંમતનો મુદ્દામાલ કબજે કરીને કેસ્ટ્રોલના નામે બજારમાં વેચાણ કરતા જયેશ રમેશભાઈ ચૌહાણ રહે રોયલ પાર્ક સોસાયટી ન્યુ સમારોડ દાહોદની અટકાયત કરી કોપીરાઇટ એક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.