Cag Report 2024 : અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી આઈકેડીઆરસી એટલે કિડની હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ધરાવતા દર્દીઓમાં સ્ટેમ સેલ થેરાપીનો પ્રયોગ કરવામા આવ્યો હતો અને આ બાબતનો ખુલાસો કેગના 2024ના તાજેતરના રિપોર્ટમાં થયો છે. કેગ રિપોર્ટના તારણો મુજબ 1998થી 2017 દરમિયાન કિડનીના 2352 દર્દીઓ પર થેરાપીનો પ્રયોગ થયો હતો અને જેમાંથી 9 ટકા દર્દીની જ કિડની સામાન્ય જોવા મળી હતી.
1998થી 2017માં કિડનીના 2352 દર્દી પર થેરાપીનો ઉપયોગ
કેગના રિપોર્ટ મુજબ વર્ષ 1998થી 2017ની વચ્ચે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતાવાળા 23252 દર્દીઓ ઉપર હ્યુમન સ્ટેમ સેલ થેરાપીનો પ્રયોગ કરવામા આવ્યો હતો.જેમાંથી માંડ 9 ટકા એટલે કે 220 દર્દીઓની કિડની સામાન્ય હતી. જ્યારે 91 ટકા દર્દીઓમાં ક્રોનિક કિડની રોગ ઉચ્ચ ક્રિએટાઈન હોવાનું ઘ્યાને આવ્યુ હતું. જ્યારે 23252 દર્દીઓમાંથી 741 દર્દીના મોત થયા હતા. જ્યારે 569 દરદ્ઓને ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી કિડની ગુમાવવી પડી હતી.
આ સિવાય અન્ય 110 દર્દીએ ટ્રાન્સપ્લાન્ટ પહેલા સ્ટેમ સેલ થેરાપીને કારણે ગૂંચવણો ઉભી થતા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શક્યતા ન હતા. રિપોર્ટ મુજબ કિડની હોસ્પિટલ ખાતે બોનમેરો, પેરિફેરલ બ્લડ, પેશીઓ અને ગર્ભના સ્ટેમ સેલ પર ઈનવીટ્રો અને ઈન વીવો પ્રયોગ કરવામા આવ્યા હતા.
વર્ષ 2017માં સ્ટેલ સેલ થેરાપીની હાઈલેવલ કમિટીએ રિપોર્ટ આપ્યો હતો કે થેરાપી માટે કોઈ મંજૂરી લેવાઈ નથી. ઉપરાંત થરેાપી બંધ કરવા આદેશ કરાયો હતો.
પરીક્ષણની પરમિશન અંતે 2018માં મળી હતી. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિર્દેશ મુજબ ટ્રાયલ પહેલા આઈસીએમઆરની ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી સમક્ષ નોંધણી ફરજીયાત હોય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ દોઢ કરના સાધનો સાથેની સ્ટેમ સેલ થેરાપી લેબોરેટરી વર્ષ 2017થી બંધ કરાઈ હતી. થેરોપીના રેકોર્ડની જાળવણી 15 વર્ષ સુધી કરવાની હોય છે છતાં તેની જાળવણી કરાઈ ન હતી.