મુંબઈ : યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યા છતાં ટેરિફ મામલે ચિંતા હળવી કરતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની તરફેણ કરવામાં આવ્યા સામે ૨, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ મામલે મક્કમ હોવાના સંકેતે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે તેજીની હેટ્રિક લાગી હતી. ભારતીય શેર બજારોમાં છેલ્લા પાંચ મહિનામાં આવી ગયેલા મોટા કરેકશન બાદ ઘણા શેરો આકર્ષક વેલ્યુએશને મળવા લાગતાં ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બની જતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ફરી વેલ્યુબાઈંગની તક ઝડપી લેવાલ બન્યા સાથે માર્ચ એન્ડિંગ પૂર્વે એક તરફ ચોપડે નુકશાની લેવાની કવાયત કરનારા ઈન્વેસ્ટરો, ફંડો સામે ઘણા ફંડો, મહારથીઓ આ પૈકી ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલિવર, ટાઈટન, ઈન્ફોસીસ સહિતના ફ્રન્ટલાઈન-સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપતા રહેતાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનું તોફાન જોવાયું હતું. આ સાથે ઘણા એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ આકર્ષણ રહ્યું હતું. ઓટોમોબાઈલ, હેલ્થકેર, બેંકિંગ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, આઈટી શેરોમાં ફંડોની તેજીએ સેન્સેક્સે ૭૬૦૦૦ની સપાટી અને નિફટીએ ૨૩૦૦૦ની સપાટી કુદાવી હતી. અંતે સેન્સેક્સ ૮૯૯.૦૧ પોઈન્ટ ઉછળીને ૭૬૩૪૮.૦૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૮૩.૦૫ પોઈન્ટ વધીને ૨૩૧૯૦.૬૫ બંધ રહ્યો હતો.
ભારત ફોર્જ રૂ.૬૦, બજાજ રૂ.૨૦૧, આઈશર રૂ.૧૨૩ ઉછળ્યા : ઓટો ઈન્ડેક્સ ૬૬૫ પોઈન્ટ ઉછળ્યો
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે ફરી ફંડોએ આક્રમક ખરીદી થતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૬૫.૯૮ પોઈન્ટ ઉછળીને ૪૮૫૮૪.૮૦ બંધ રહ્યો હતો. ભારત ફોર્જ રૂ.૫૯.૫૫ ઉછળીને રૂ.૧૧૯૩.૪૦, બજાજ ઓટો રૂ.૨૦૧ ઉછળી રૂ.૭૯૨૪.૯૫, આઈશર મોટર્સ રૂ.૧૨૩.૪૫ વધીને રૂ.૫૨૨૫.૫૦, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૧૭.૬૫ વધીને રૂ.૯૩૮.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૬૧.૧૦ વધીને રૂ.૩૫૯૬.૯૦, એક્સાઈડ રૂ.૫.૫૫ વધીને રૂ.૩૫૫.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૩.૫૫ વધીને રૂ.૨૮૨૯.૭૫, ટાટા મોટર્સ રૂ.૮.૨૫ વધીને રૂ.૬૯૦.૧૫, અશોક લેલેન્ડ રૂ.૨.૩૫ વધીને રૂ.૨૦૭.૫૫ રહ્યા હતા.
આઈટી શેરોમાં તેજી : ટીસીએસ રૂ.૬૬, ઈન્ફોસીસ રૂ.૨૮, ઈમુદ્રા રૂ.૩૩, કેસોલ્વઝ રૂ.૫૦ ઉછળ્યા
અમેરિકી શેર બજાર નાસ્દાકમાં ગઈકાલે મોટાપાયે રિકવરી આવતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની ફરી આક્રમક ખરીદી થઈ હતી. ટીસીએસ રૂ.૬૫.૬૫ ઉછળી રૂ.૩૫૬૨.૮૦, રામકો સિસ્ટમ રૂ.૬.૦૫ વધીને રૂ.૩૧૨.૫૦, ઈન્ફોસીસ રૂ.૨૭.૬૦ વધીને રૂ.૧૬૧૪.૧૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૭.૩૦ વધીને રૂ.૧૫૬૦.૮૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૧૬.૫૦ વધીને રૂ.૧૨૭૮.૭૦ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં તેજીની હેટ્રિક : સન ફાર્મા એડવાન્સ, વિમતા લેબ, એસ્ટ્રાઝેનેકા, માર્કસન્સમાં આકર્ષણ
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે સતત ત્રીજા દિવસે તેજીની હેટ્રિક લાગી હતી. ઘણા શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. ઈપ્કા લેબ રૂ.૪૭.૨૦ વધીને રૂ.૧૪૦૩, વોખાર્ટ રૂ.૪૭.૩૫ વધીને રૂ.૧૪૬૮.૯૫, નોવાર્ટિસ રૂ.૨૧.૪૫ વધીને રૂ.૭૮૮.૪૫, ફોર્ટિસ હેલ્થ રૂ.૧૭ વધીને રૂ.૬૨૭.૫૦, ઈન્ડોકો રૂ.૭.૨૫ વધીને રૂ.૨૩૮.૨૦, નારાયણ હ્યુદાલ્યા રૂ.૩૯.૪૦ વધીને રૂ.૧૬૮૪.૮૦, આરપીજી લાઈફ રૂ.૫૦ વધીને રૂ.૨૩૨૫.૭૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં આકર્ષણ : ભારત ડાયનામિક્સ રૂ.૪૮ વધી રૂ.૧૨૪૭ : થર્મેક્સ, ગ્રાઈન્ડવેલમાં તેજી
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની સતત પસંદગીની ખરીદી રહી હતી. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૭.૦૫ વધીને રૂ.૨૯૭, કલ્પતરૂ પાવર રૂ.૧૯.૬૫ વધીને રૂ.૯૪૩.૨૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૭૮.૧૦ વધીને રૂ.૩૮૧૭.૬૫, શેફલર રૂ.૭૧.૪૫ વધીને રૂ.૩૫૪૪, આઈનોક્સ વિન્ડ રૂ.૨.૮૦ વધીને રૂ.૧૭૧.૪૫, રેલ વિકાસ નિગમ રૂ.૪.૪૫ વધીને રૂ.૩૫૮.૦૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૧૯૧.૩૦ વધીને રૂ.૧૬,૦૦૧ રહ્યા હતા.
મેટલ શેરોમાં વધતું આકર્ષણ : નાલ્કો, વેદાન્તા, જેએસડબલ્યુ, એપીએલ અપોલો, હિન્દાલ્કોમાં તેજી
સ્ટીલની આયાત પર ડમ્પિંગ ડયુટી સહિતના પગલાંની સરકારની વિચારણા વચ્ચે આજે મેટલ-માઈનીંગ શેરોમાં સતત લેવાલી રહી હતી. નાલ્કો રૂ.૪.૩૦ વધીને રૂ.૧૯૦.૬૫, વેદાન્તા ડિમર્જરના અહેવાલે રૂ.૧૦.૫૫ વધીને રૂ.૪૭૦.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૭.૭૫ વધીને રૂ.૧૦૫૦.૦૫, એપીએલ અપોલો રૂ.૧૮.૯૫ વધીને રૂ.૧૫૦૭, હિન્દાલ્કો દ્વારા મેટલ બિઝનેસમાં રૂ.૪૫,૦૦૦ કરોડનંમ રોકાણ કરવાનું કુમાર મંગલમ બિરલાએ જાહેર કરતાં શેર રૂ.૮.૮૦ વધીને રૂ.૭૦૬.૬૦, સેઈલ રૂ.૧૧૩.૯૦ રહ્યા હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૬૧ લાખ કરોડ વધીને રૂ.૪૦૮.૬૧ લાખ કરોડ
ઈન્ડેક્સ બેઝડ તેજીની હેટ્રિક સાથે આજે ફંડો, ખેલંદાઓએ પસંદગીના એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત તેજી કરતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૬૧ લાખ કરોડ વધીને રૂ.૪૦૮.૬૧ લાખ કરોડનો આંક પાર કરી ગયું હતું.
FPIs/FII કેશમાં રૂ.૩૨૩૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૩૧૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે ગુરૂવારે શેરોમાં ફરી કેશમાં રૂ.૩૨૩૯.૧૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૧૩૬.૦૨ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.