વડોદરા,તરસાલી વિસ્તારમાં રહેતા ડાન્સ ટીચરે ગઇ મોડીરાતે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
તરસાલી વિશાલ નગરમાં રહેતો ૩૦ વર્ષનો ગિરીશ ઘનશ્યામભાઇ મિસ્ત્રી ડાન્સ ટીચર છે. ઘરે એકલા રહેતા ગિરીશ મિસ્ત્રીએ ગઇ મોડી રાતે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેના ઘરની નજીક રહેતી બહેને ઘરે જઇને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, ભાઇએ દરવાજો નહીં ખોલતા દરવાજાની તિરાડમાંથી જોયું તો ભાઇએ ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા મકરપુરા પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, છાણીમાં રહેતો સાવજ મિથુનભાઇ પરમાર ( ઉં.વ.૧૯) સ્કૂલ વાન ચલાવતો હતો. હું કામ માટે બહાર જઉં છું. તેવું માતાને કહીને તે ગઇકાલે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ સયાજી ટાઉનશિપ રોડ પર ગોકુલધામ ટાઉનશિપના તેના બીજા મકાને જઇને તેણે પંખા પર ચૂંદડી વડે ગળા ફાંસો ખાઇ લીધી હતો. આપઘાતનું કારણ જાણવા માટે બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.